અમેરિકાને કોઈ અમેરિકા માતા નથી કહેતું. અમેરિકાની તમે ક્યાં વાત કરો છો? આપણા ભારત સિવાય વિશ્વમાં કોઈ દેશને માતાનો દરજ્જો પ્રાપ્ત થયો નથી. આપણે ગર્વથી કહી શકીએ છીએ કે ઃ ભારત માતા કી જય. ભારતનો અર્થ પણ કેટલો અર્થસભર, રસસભર છે! ‘ભા’ એટલે કાંતિ, તેજ, પ્રતિભા, ઐશ્વર્ય. ‘રત’ - એટલે લીન, મગ્ન, રમમાણ રહેવું અર્થાત્ જે સતત પોતાની આગવી પ્રતિભા માટે કાર્યરત અને પ્રયત્નશીલ રહે છે. તેનું નામ ભારત. નામ તેવા ગુણ અને જેવા ગુણ તેવું જ નામ. જય હો!
એવી કેટલીયે બાબતો છે જે કોઈ દેશમાં થતી નથી પણ માત્ર અને માત્ર ભારતમાં જ થાય છે. આ બાબતો ય વળી પાછી સ્વયંભૂ થાય છે. માણસને ભૂખ લાગે એને ‘પ્રકૃતિ’ - કહેવાય. એક જ રોટલાની ભૂખ હોય છતાં અકરાંતિયા બની ચાર રોટલા ઝાપટી જાય એને ‘વિકૃતિ’ કહેવાય અને કોઈને કકડીને ભૂખ લાગી હોય, એ જમવા માટે બેઠો હોય, પાસે માત્ર અર્ધો જ રોટલો હોય અને આંગણે કોઈ ભૂખ્યો માણસ આવી ચડે ત્યારે તેને પ્રેમથી આવકાર આપી, પોતાની પાસે બેસાડી પોતાના ભાગનો અર્ધો રોટલો ય ભૂખ્યા માણસને આપી દે તેને ‘સંસ્કૃતિ’ કહેવાય. બસ આજે આપણે આવી જ કેટલીક ભારતની સંસ્કૃતિની ભાતીગળ વાતોના ચટાકા કરવાના છે, ચાલો તૈયાર થઈ જાવ.
અહીં વહેલી સવારે ઊઠી સંતાનો મા-બાપને પગે લાગે છે. હજુ પણ નવજાત શિશુને મા હાલરડું ગાઈ પારણામાં ઝુલાવે છે. સમજણા થાય ત્યાં સુધી કિશોરોને મા-બાપ હજુ પણ આંગળી પકડી નિશાળે મુકવા-લેવા જાય છે. ઘરના ઉંબરે હોંશે હોંશે કંકુના સાથિયા દોરાય છે, બ્રાહ્મ મુહૂર્તમાં ઊઠીને પોતપોતાના ઇષ્ટ દેવતા-ભગવાનની પૂજા-અર્ચના થાય છે, સૂર્ય દેવતાને તાંબાના કળશથી જળનો અર્ઘ્ય અપાય છે. સૂર્ય દેવતાને નમસ્કાર. આંગણામાં તુલસીક્યારો ચોખ્ખા ઘીના દીવાથી ઝળહળી ઉઠે છે ઃ પોતાના રહેઠાણની નજીક કે ગામના મંદિરે દેવદર્શન કર્યા પછી વેપારી પોતાની પેઢીએ જાય છે. ખેડૂત બે બળદને જોડી ખેતરે જાય છે, ઘરની દીકરી કે પુત્રવઘૂ કૂવાકાંઠે પનિહારી બની પાણીડાં ભરવા જાય છે અને કર્મચારી ઑફિસે જાય છે. આ મંગલમય ભાવના અને ચાહના જ કેટલી ભવ્ય છે! જય શ્રીકૃષ્ણ.
અખંડ સૌભાગ્યવંતી નારી સેંથીમાં સિંદુર ભરી ગૌરવ અનુભવે છે. ગળામાં મંગળસૂત્ર મનના માનેલા માણીગરના મહિમાનું મૂલ્યવાન મંત્રસૂત્ર અને જીવનસૂત્રનું પવિત્ર પ્રતીક બની જાય છે. ઘણાં પરિવારોમાં આજે પણ સાસુજી પોતાની વહુને બેટા કહીને બોલાવે છે ત્યારે સ્નેહનો સાગર અને માની મમતા હિલોળા લે છે, એ જ વહુ સાસુજીને મમ્મીજી અને સસરાજીને પપ્પાજી કહી પોતાનાં જ માવતર માની સેવા ચાકરી કરે છે ત્યારે દીકરી વહાલનો દરિયો અને વહુ વહાલપની વેલ બની આખા ઘરનું અણમોલ ઘરેણું બની જાય છે ત્યારે અંગે ધારણ કરેલા શુદ્ધ સોનાના સાચા દાગીના પણ ફીકા પડી જાય છે. આવું ભારતમાં જ બની શકે. ઇટ હેપન્સ ઓન્લી ઈન ઈન્ડિયા... યે મેરા ઈન્ડીયા!!
અહીંના રસિકજનોની વાતો જ રસીલી છે. કલારસિકોની કલાને કુશળતાથી કલાકારો પોતાના ઘેધૂર કંઠમાં વહેતી મૂકે ત્યારે નદીનાં વહેતાં નીર થંભી જાય છે અને આંખોમાં નીર વહેલા લાગે છે. અહીં અભણ બોલે ને ભણેલા સાંભળે એવા ડાયરા પશ્ચિમના વહેતા વાયરાને રોકી દે છે. મીઠી માથે ભાત કે કાળજાનો કટકો ગાંઠથી છૂટી ગ્યો સાંભળો તો ખમ્મા ખમ્મા બોલી જવાય. કોઈ લગ્ન પ્રસંગે માંડવામાં બટકબોલી જાનડીઓ અને છેલછબીલા છોગાળાના મોંઢે ફટાણાં સાંભળો તો હસીહસીને લોટપોટ થઈ જવાય!
તો કોઈના મરણ પ્રસંગે બે હાથ રંગોળી પાંચ પચીસ મહિલાઓ આર્ત હૃદયે છાતી સરસાં ઝટકા મારી મરશિયા ગાય ત્યારે પથ્થરદિલનો મરદ મૂછાળો પણ પોકે પોકે રડતો થઈ જાય... આ મરસિયાની હલકને ઝલકનો જોટો આખી દુનિયામાં ક્યાંય ના મળે ભાઈલા. આ દર્દીલા મરસિયા ગાતી મહિલાના હાથના વળાંકો અને ગવાતી પંક્તિઓનો લય એટલો તો શિસ્તબદ્ધ ઃ લયબદ્ધ, તાલબદ્ધ હોય છે કે આપણને કોઈ લશ્કરના સૈનિકોની સામૂહિક પરેડની શિસ્ત સહેજે યાદ આવી જાય. યાદ રહે - આ મરસિયાની કોઈ તાલીમ નથી હોતી!
અહીં સપ્તપદી કે પોતપોતાની પરંપરાગત વિધિ વગર કોઈ લગ્ન નથી થતાં અને પાશ્ચાત્ય દેશોમાં છૂટાછેડા વગરનાં કોઈ લગ્ન લાંબાં નથી ચાલતાં. અહીં દાદા-દાદી ચકા-ચકીની વાતો માંડે છે ઃ અહીં ઘણાં ઘરોમાં હજુ વલોણાંના ઝૈડકા સંભળાય છે અને ઘંટીથી દળાતા લોટની સાથે લોકગીતની લીટીઓ સંભળાય છે. કૂવામાંથી કોસથી કઢાતા પાણીના સથવારે બળદના ગળામાં બાંધેલ ઘંટડીનો રણકાર સંભળાય છે અને કોઈ નવી નવી પરણીને સાસરે આવેલી પરણેતર નવોઢા પવિત્ર પાનેતર પહેરી ઃ માથે મોતીઓથી મઢેલી મનમોહક ઈંઢોણી મૂકી, માથા ઉપર મનગમતી હેલ કે બેડાં મૂકી ઃ ધૂંઘટો તાણી લટકમટકતી ચાલે કૂવાકાંઠે જઈ દોરડું અને મન છૂટાં મૂકી ગરગડીના થતા કર્કશ છતાં ગમતા કીચૂડ કીચૂડ અવાજથી પાણી ખેંચી બેડાં ભરી છૂટા હાથે પોતાના પાણિયારે પાણી ભરે ત્યારે ગામની ભાગોળે વહુનાં થતાં વખાણ કોઈ નગરશેઠની હવેલીને પણ ઝાંખાં પાડે તેવા માટીના બનેલા ખોરડામાં રહેતા પરિવારની ખાનદાનીને સો સો સલામ. પનિહારીનું આવું દ્રશ્ય ભારત સિવાય બીજે ક્યાંય બતાવો તો ખરા!! ઈમ્પોસીબલ.